યોજનાનો લાભ લેવા માટે આગામી તા. 15 જુલાઇ સુધી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને અરજી કરવાની રહેશે….
રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પુખ્ત વયની વ્યક્તિને (આધારકાર્ડ દિઠ એક વ્યક્તિને) વિના મુલ્યે છત્રી/શેડ કવરનો લાભ મળવા પાત્ર હોય જેથી આ યોજનાનો લાભ લેવા માટે ફળ અને શાકભાજીના નાના વેચાણકારોને અનુરોધ કરવામાં આવ્યો છે….
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોએ i-khedut portal પર આગામી તા.૧૫/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પુરાવા જેવા કે રેશન કાર્ડની નકલ, આધારકાર્ડની નકલ તથા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધીત ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનું ઓળખપત્ર/ દાખલો અરજી સાથે જોડવાનો રહેશે…
લાભાર્થીઓએ અરજી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં.- ૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવાની રહેશે તેમ નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly