વાંકાનેર તાલુકાના ખેરવા ગામના નિવૃત્ત ડી.વાય.એસ.પી. સજ્જનસિંહજી કાયાજી ઝાલા(ઉ.વ. 90)નુ ગત તારીખ 02/05/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત સજ્જનસિંહજી ઝાલા પોલીસ બેડામાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવી ચૂક્યા હોય અને તેઓ હંમેશા આમ નાગરિકોના હિતમાં કાર્યરત રહી લોકસેવા કરતા હોય તેમજ તેમના સરળ, મિલનસાર સ્વભાવના કારણે તેમના હમદર્દોની સંખ્યા બોહોળી હતી.

ઝાલા પરિવારના મોભી એવા સજ્જનસિંહજી ઝાલાના અવસાનથી પોલીસ બેડા, તેમના ચાહકો અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક તા. 06/05/2021 ને ગુરુવારના રોજ રાખવામાં આવેલ છે...
દશરથસિંહ એસ. ઝાલા
મો. 9825275744
મયુરસિંહ એસ. ઝાલા
મો. 9825224683
કૃષ્ણસિંહ એસ. ઝાલા
મો. 9979286747





