વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એક બાઈકને રોકી પોલીસ દ્વારા તેની તલાસી લેતાં બાઇક ચાલક પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસ દ્વારા બાઈક અને દારૂ સહિતના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના વાંકાનેર બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક નં. GJ 03 FG 6860 ને રોકી તલાશી લેતાં બાઇક ચાલક પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 03 (જેની કીંમત રૂ. 1125) મળી આવતાં પોલીસે દારૂ અને બાઈક સહીત કુલ રૂ. 21,125ની કિંમતનો મુદામાલ જપ્ત કરી આરોપી રમેશ ઉર્ફે રમલો બેચર વાઢેર (ઉ.વ. 29, રહે. બામણબોર નવાપરા)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr