વાંકાનેર-રાજકોટ રોડ પર વાંકાનેર શહેર નજીક આવેલ દુધની ડેરી પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઇક ચાલકે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાનને પણ આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-રાજકોટ રોડ પર અમરસર ગામની સીમમાં દૂધની ડેરી પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઈક નં. GJ 03 FB 6532ને એક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક સોનુભાઈ કુકાભાઈ આધરોજીયા (ઉ.વ. 27, રહે. મહેન્દ્રનગર)ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવાન લાખાભાઈ મનજીભાઈ કુંઢીયા(ઉ.વ. 23, રહે પાડધરા)ને શરીરે નાનીમોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
આ અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળેથી લઇને નાશી ગયો હતો જેથી હાલમાં સારવાર લીધા બાદ લાખાભાઇ મનજીભાઈ કુંઢીયાએ વાંકાનેર સીટી પોલીસમાં અજાણ્યા કારચાલકે સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને અજાણી કારના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W