વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાતીદેવરી ગામ નજીક આવેલ જગ્યાએથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી 106 બોટલ વિદેશી દારૂની ઝડપી લીધી હતી સાથે જ પોલીસે એક આરોપીની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પીઆઈ એન. એ. વસાવા તથા એ.એસ.આઈ એચ. ટી. મઠીયા, હેડ કો. હરપાલસિંહ, જયેન્દ્રસિંહ પરમાર તથા કો. શક્તિસિંહ જનકસિંહ જાડેજા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ તથા અનાર્મ લોકરક્ષક પ્રતિપાલસિંહ વાળા અને અજીતભાઈ સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ સ્ટેશને હાજર હોય દરમ્યાન કો. દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા અનાર્મ લોકરક્ષક પ્રતિપાલસિંહ વાળાને સંયુકત રાહે ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે વાંકાનેરના રાતીદેવરી ગામના ગોપાલભાઈ લધુભાઈ મદ્રેસાણીયા રાતીદેવરી ગામની સીમમાં આવેલ પોતાની વાડી-ખેતરના શેઢા નજીક પડતર જગ્યામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી અને તેમાંથી વેચાણ કરે છે…

આ પ્રકારની બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી ગોપાલભાઇ લધુભાઈ મદ્રેસાણીયા (ઉ.વ. ૨૩ રહે. રાતીદેવરી)ને ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની મેડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કીની 106 બોટલ (કિ. 39,750) સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W

error: Content is protected !!