વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ એક સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનના પાંચ વર્ષીય દીકરાનું રમતા-રમતા ઓરડીની બાજુમાં આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં પડી જતા ડુબી જવાથી બાળકનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ સ્પીનોરા સિરામિક કારખાનામાં રહી અને મજૂરી કામ કરતા બાપુ જૈના (ઠાકોર) નામના યુવાનના પાંચ વર્ષીય દીકરો સાહિલ જૈના તેઓની ઓરડીની બાજુના ભાગમાં રમતો હતો ત્યારે રમતા રમતા વેસ્ટ પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જવાથી બાળકનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W