શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર દ્વારા આજે કોલેજની આસપાસ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા સાહેબ અને ડૉ. વાય. એ. ચાવડા સાહેબ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું…
આ કાર્યક્રમ હેઠળ કોલેજના NCC ઑફિસર લેફ્ટિનેન્ટ ડૉ. વાય. એ. ચાવડા સાહેબ અને NCC કેડેટ દ્વારા લોખંડના પિંજરા સાથે 18 વૃક્ષો કૉલેજના પટાંગણમાં અને કોલેજની આજુબાજુના વિસ્તારમાં વાવવામાં આવ્યા હતા તેમજ વાવેલા બધા વૃક્ષોને NCC કેડેટ દ્વારા દત્તક લઇ તેના ઉછેરની કરવાની જવાબદારી લીધી હતી. આ તકે કોલેજના NCC ઓફિસર અને કેડેટ દ્વારા વાંકાનેરની જનતાને હાલ ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવા અપીલ કરવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN