આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા બ્રહ્મસમાજ વિશે કરવામાં આવેલ વાણીવિલાસ બાબતે મંગળવારે વાંકાનેર ખાતે આમ આદમી પાર્ટીના જન સંવેદના મુલાકાત કાર્યક્રમ દરમ્યાન બ્રહ્મસમાજના યુવાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા વિરોધ કરતા તમામ યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી…
આ કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ વાંકાનેરની મિસરી હોટેલ ખાતે પધારેલા ત્યારે બ્રહ્મ સમાજના યુવાઓએ હોટેલ પરિસર સુધી પહોંચી અને તેમનો કોઇ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા….
આ વિરોધ પ્રદર્શન મામલે વાંકાનેર યુવા બ્રહ્મ સમાજના પ્રમુખ દુષ્યંત ઠાકર, જિલ્લા પરશુરામ યુવા ગ્રુપના મહામંત્રી અમિતભાઈ ભટ્ટ, મોરબી પરશુરામ યુવા ગ્રુપના ઉપપ્રમુખ ચિંતનભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ શુક્લા, જયેશભાઈ ઓઝા, આસ્તિક ઉપાધ્યાય સહિતના યુવાનોની અટકાયત કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN