ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આજરોજ વાંકાનેર શહેર ભાજપ દ્વારા ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો…
આ કાર્યક્રમમાં વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા, ભૂખ્યાંને ભોજન પુરું પાડનાર અને વિકલાંગ બાળકોની સ્કૂલ ચલાવનાર ધાર્મિક આગેવાન તેમજ ગાયત્રી શક્તિપીઠના સંચાલક અશ્વિનભાઈ રાવલ, લોહાણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિ શૈલેષભાઈ ઠક્કર, જૈન સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ શૈલેષભાઈ દોશી, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવી યોજનાના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવા માટે સેવાકેન્દ્ર ચલાવતા મૂળજીભાઈ ગેડિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું….
આ તકે મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા ઉપપ્રમુખ ગાડુંભાઈ ધરજિયા, અનુસૂચિત જાતિ મોરચા જિલ્લા મંત્રી નરસિંહભાઈ વોરા, અનુસૂચિત જાતિ મોરચા જિલ્લા ઉપપ્રમુખ મનુભાઇ સારેશા, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણિયારિયા,
મહામંત્રી હીરાભાઈ બાંભવા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, માજી નગરપાલિકા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, માજી નગરપાલિકા ઉપપ્રમુખ ભરતભાઇ ઠાકરાણી, અમરશીભાઈ મઢવી, મેહુલભાઈ ઠાકરાણી, કે. ડી. ઝાલા, હિરેનભાઈ ખિરૈયા, ક્રિપાલસિંહ ઝાલા, વિપુલભાઇ ભાનુશાળી, હિમાંશુભાઈ, અરુણભાઈ, મુકેશભાઈ સહિતના ભાજપ કાર્યકર્તા હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN