યુવક સાઈરન રિપેર કરતાં ડ્રાઇવરનો વિડિયો ઉતારતો હોય જેને વિડિયો ઉતારવાની ના પાડતાં ફરજ પરના ડ્રાઈવર સાથે માથાકુટ કરતા બાબતે ફરિયાદ નોંધાઇ...

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીક ધન્વંતરિ રથનું સાયરન ખરાબ થઈ ગયા બાદ વાહન પાર્ક કરી ડ્રાઈવર સાઈરન રિપેર કરાવવા જતાં પાનની દુકાન વાળાએ વિડીયો ઉતારતો હોય જેથી વિડીયો ઉતારવાની ના પાડતા પાનની દુકાનવાળાએ ડ્રાઈવર સાથે બોલાચાલી કરતા આ મામલે ફરજમાં રુકાવટ અંગે ફરિયાદ નોંધાઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવર તરીકે ધન્વંતરિ રથમાં ફરજ બજાવતા જયદીપભાઇ રાજાભાઈ ઉટડીયા પોતાનો ધન્વંતરિ રથ લઈને વાંકાનેરમાં ફરજ ઉપર હતા અને ત્યાં એસટી બસ સ્ટેશન પાસે ઓપીડીનું કામ પૂર્ણ કરીને તેઓ પોતાનો ધન્વંતરિ રથ લઈને ઢુવા ગામ તરફ જઈ રહ્યા હતા. દરમ્યાન વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ધન્વંતરિ આરોગ્ય રથનું સાયરન ખરાબ થઈ ગયું હતું જેથી કરીને તેઓએ પોતાનો ધન્વંતરિ રથ રોડ સાઈડમાં પાર્ક કરીને સાયરન રીપેર કરતા હતા,

ત્યારે તેમની ગાડીનો એક શખ્સ દ્વારા વિડીયો ઉતારવામાં આવી રહ્યો હતો જેથી વિડીયો ઉતારવાની ના પડતા તેણે પોતાનું નામ ભરતસિંહ બાબુભા ઝાલા કહ્યું હતું અને ગાડીનો વિડીયો ઉતારવાની ના પાડતા તેને તે સારું લાગ્યું ન હતું જેથી તેણે ફરિયાદી યુવાન સાથે માથાકુટ કરી હતી, જેથી હાલમાં ધન્વંતરિ રથના ડ્રાઇવર દ્વારા આરોપી ભરતસિંહ બાબુભા ઝાલા સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!