વાંકાનેર શહેરી વિસ્તારમાં દિપડાએ દેખા દીધી, વનવિભાગે હરકતમાં આવી પાંજરૂ ગોઠવ્યું….

0

વાંકાનેરના ગ્રામ્ય વિડી વિસ્તારમાં ઘણીવાર દિપડા સહિતના જંગલી પ્રાણીઓ ચડી આવતા હોવાનાં સમાચારો સામે આવે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વાંકાનેર શહેરી વિસ્તારોમાં પણ દિપડા દેખા દેતા હોવાના સમાચારો સામે આવ્યા છે, જેમાં ગઈકાલે વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં એક સાથે બબ્બે દીપડાએ દેખા દેતા વનવિભાગ હરકતમાં આવી દીપડાને કેદ કરવા પાંજરૂ ગોઠવી દીધું છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા હરિભાઈ નામના જાગૃત નાગરિક દ્વારા વનવિભાગને જાણ કરી આ વિસ્તારમાં એક નહીં પણ બે દીપડા હોવાનું જણાવતા વનવિભાગ બાબતે હરકતમાં આવી અને દિપડાને પાંજરે પુરવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા. બાબતે આ વિસ્તારના નાગરિકોને દિપડા પાંજરે ન પુરાય અથવા સ્થળાંતરણ ન કરે ત્યાં સુધી સાવચેતી રાખવી અપીલ કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1