વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતી એક કાર GJ 03 BW 2142ને રોકી તલાશી લેતા કારમાંથી 400 લિટર દેશ દારૂ (કીંમત રૂ. 8,000) મળી આવતા પોલીસે દેશી દારૂ, બે મોબાઈલ ફોન અને કાર સહીત કુલ રૂ. 1,32,000 નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
પોલીસ દ્વારા આ રેડમાં કાર ચાલક હરેશ જેશાભાઈ લાબડીયા (રહે. બામણબોર પાસે, રાજકોટ) અને નયન ગોકુળભાઈ કણસાગરા (રહે. બામણબોર પાસે, રાજકોટ)ની ધરપકડ કરી હતી જ્યારે આ બનાવમાં અન્ય આરોપી વિકાસ કમાભાઈ કોળી(રહે. ચોટીલા)નું નામ ખુલતા તેની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN