વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ઓવર બ્રીજ ખાતે એક ઈકો કારને ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારતાં ઇકો કાર પલટી ગઈ હતી જેથી તેમાં બેઠેલા કુલ પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી. બાદમાં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જે બાદ ઈકો કાર ચાલકે આ અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ગોરધનભાઈ લક્ષ્મણભાઈ ધોરીયા(ઉ.વ. 48 રહે. દીઘલીયા, તા. વાંકાનેર)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની ઇકો કાર નંબર GJ 36 R 5630 માં પેસેન્જર જયાબેન, રાઘવભાઈ, રતિભાઈ અને હેમીબેનને બેસાડી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવર બ્રીજ પાસેથી પસાર થઈ રહ્યા હોય જે દરમિયાન ત્યાંથી પસાર થતા એક ટેન્કર નં. GJ 10 TX 3951ના ચાલકે તેમની ગાડીને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમની ઇકો કાર પલટી ગઈ હતી… જેથી આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પાંચ શખ્સોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
જેથી આ અકસ્માતના બનાવમાં ફરિયાદીએ ઉપરોક્ત ટેન્કરના ચાલક સલીમભાઈ હાસમહાઈ ફકીર સામે વાંકાનેર તાલુકા પોલીસમાં અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN