વર્ષ 1995 દરમિયાન બનેલો આ નવો પુલ જર્જરિત થયો પરંતુ રાજાશાહી વખતનો બેઠો પુલ આજે પણ અડીખમ ઉભો છે…!
વાંકાનેર-રાજકોટ રોડ પર સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસો નદી પર વર્ષ 1995 દરમિયાન રાજાશાહી વખતના બેઠા પુલની જગ્યાએ નવો પુલ બનાવવામાં આવ્યો હતો જે હાલ જર્જરિત થતાં આ પુલને બંધ કરી તેના પરનો વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. આ સાથે જ દાયકાઓ પહેલા રાજાશાહી વખતે નિર્માણ પામેલ બેઠો પુલ આજે પણ અડીખમ ઊભો હોય જેથી જર્જરિત બનેલા નવા પુલની જગ્યાએ રાજાશાહી વખતના જૂના પુલ પર આ રોડના વાહનોને ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો છે….
બાબતે લોકચર્ચા જાગી છે કે હજુ 25 વર્ષ પૂર્વે નિર્માણ પામેલ નવો પુલ આજે જર્જરિત થયો છે પરંતુ રાજાશાહી વખતે નિર્માણ પામેલ બેઠો પુલ આજે પણ અડીખમ છે. જેથી નવા પુલના બાંધકામ બાબતે અનેક શંકા-કુશંકાઓ સાથે મોટા ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે જેથી આ બાબતે તાત્કાલિક નવા પુલના નિર્માણ કામની તપાસ કરવા લોકમાંગ ઉઠી છે. આ નવા પુલની એક બાજુ જો ૨૫ વર્ષમાં જર્જરિત બની હોય તો આખા પુલનું કામ પણ શંકાના દાયરામાં આવી જાય છે. જેથી બાબતે કોઈ જાનહાનિ થાય તે પુર્વે તપાસ કાર્યવાહી અનિવાર્ય બની છે….
આ વાંકાનેર-રાજકોટ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે જેથી બાબતે આ પુલ અન્ય જગ્યાએથી તૂટે તો મોટો જીવલેણ અકસ્માત સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. હાલ આ નવા પુલ પરનો ટ્રાફિક બંધ કરાયો છે પરંતુ સમારકામ-રીપેરીંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી આ પુલને પુનઃ શરૂ કરાય તે પૂર્વે જવાબદાર તંત્ર દ્વારા પુલની ગુણવત્તા ચકાસણી કર્યા બાદ જ પુલને વાહન વ્યવહાર માટે શરૂ કરાય જેથી મોટી જાનહાનિ ટળી શકે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN