વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ અમરધામ આશ્રમ પાસેથી પસાર થતાં એક મેટાડોરને રોકીને પોલીસે તલાશી લેતા તેમાંથી 275 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ, વાહન અને મોબાઇલ સહિત કુલ 2.06 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે અને અન્ય બે શખ્સોના નામ સામે આવતા બંને આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના માટેલ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન અમરધામ આશ્રમ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક મેટાડોર નં. GJ 2 U 8997 ને રોકી તલાશી લેતા તેમાંથી 275 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે દેશી દારૂ સહિત કુલ રૂ. 2.06 લાખના મુદ્દામાલ સાથે આરોપી મનુભાઈ વસ્તાભાઇ ખાચર (ઉ.વ. 22, રહે. ઝાલાવાડ પોટરી પાસે, મફતીયાપરા, થાનગઢ)ની ધરપકડ કરી આ ગુનામાં સંડોવાયેલ જગસીભાઇ દાજીભાઈ દેવીપુજક અને જગુભાઈ ભીખુભાઈ દેવીપુજક (રહે. બંને દ્વારકાધીશ હોટલ પાસે, માટેલ રોડ ઝુંપડા) સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!