વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલા બે યુવાનોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે 12 બોટલ વિદેશી દારૂ, બાઈક સહિત કુલ રૂ. 43,600 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ડબલ સવારી બાઈક નંબર GJ 03 LQ 4108 ને રોકી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તલાશી લેતા બાઈક સવાર આરોપી સંજય રાજુભાઈ સોઢા (ઉ.વ.19. રહે. મફતીયાપરા, અનસોયા કાંટાની બાજુમાં, થાન) તથા
વિજયભાઈ વાલજીભાઈ સોઢા (ઉ.વ.22. રહે. સો ઓરડી, શક્તિમાતાજીના મંદીર પાછળ, થાન) પાસેથી 12 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે એક બાઈક અને વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 43,600 મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN