જે. કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા વાંકાનેર વિસ્તારના તમામ નાગરિકો માટે ફ્રિ માર્ગદર્શન કેમ્પ/સેમિનાર યોજાશે….
વાંકાનેર શહેર નજીક માર્કેટીંગ યાર્ડ પાસે આવતીકાલે ગુરુવારે તા. ૧૮ના રોજ જે. કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા વાંકાનેર વિસ્તારના તમામ નાગરિકો માટે ગ્રાહક માર્ગદર્શન કેમ્પ/સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કંપનીના સ્પેશ્યાલિસ્ટ એન્જિનિયરો દ્વારા લોકોને યોગ્ય બાંધકામ, તેની પદ્ધતિઓ, આધુનિક ટેકનોલોજી વિશે નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે….
બાંધકામ ક્ષેત્રમાં લોકોથી થતી નાની-મોટી ભુલોના કારણે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી થતી હોય છે, ત્યારે આ તમામ સમસ્યાઓ અને લોકોને ઉદભવતા પ્રશ્નોના સમાધાન માટે યોજાનાર આ માર્ગદર્શન કેમ્પ/સેમિનારમાં કંપનીના એન્જિનિયરો દ્વારા યોગ્ય બાંધકામ કરવા માટેની પદ્ધતિઓ, શ્રેષ્ઠ પરિણામ માટે સારી ગુણવત્તાના રો-મટીરીયલની ચકાસણી, તેની ઓળખ માટે યોગ્ય માર્ગદર્શન તથા તેને ઉપયોગ કરવાની પદ્ધતિ વિશે લોકોને જાણકારી પૂરી પાડવામાં આવશે….
આ કેમ્પ/સેમિનારમાં કંપનીના અધિકારીઓ, વેપારી મિત્રો, આર્કિટેક, એન્જિનિયર, બિલ્ડર મિત્રો તથા આમ નાગરિકોની ઉપસ્થિતિમાં જૂના-નવા રહેણાંક, કોમર્સિયલ, ઇન્ડસ્ટ્રીયલ વગેરે બાંધકામને યોગ્ય ગુણવત્તાયુક્ત બનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેથી બાંધકામને લગતી દરેક સમસ્યાના સમાધાન માટે આ કેમ્પ/સેમિનારનો અચૂક લાભ લેવા જે. કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા વાંકાનેરની જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે…
કેમ્પની વિગતો…
તારીખ : ૧૮/૦૫/૨૦૨૩, ગુરૂવાર
સમય : સવારે ૯ થી ૧
સ્થળ : મહંમદી લોકશાળાની બાજુમાં, માર્કેટીંગ યાર્ડ પાસે, ચંદ્રપુર વાંકાનેર
મો. 75678 81697 / 98790 03604
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU