મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા સાહેબ સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ બી. ડી જાડેજા તથા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક યુવાનને 72 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પો. કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી એક સીએનજી રીક્ષા નં. GJ 03 BT 5131ને રોકી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની 72 બોટલ મળી આવી હતી…
જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રૂ. 27,000 ની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ રૂ. 67,000 ના મુદ્દામાલ સાથે આરોપી રિક્ષા ચાલક અફઝલભાઈ ઈકબાલભાઈ પીપરવાડીયા (ઉ.વ. 23, રહે. સદર બજાર, રાજકોટ) ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પી.એસ.આઈ. બી. ડી. જાડેજા, હેડ. કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, અજયસિંહ જાડેજા, અકિલભાઈ બાંભણીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN