વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક હાઈવે પર સર્જાયેલ અકસ્માતના બનાવ સમયે ત્યાંથી પસાર થતા કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા અને APMC ના ચેરમેન શકીલ પીરઝાદા ઈજાગ્રસ્તની મદદે દોડી ગયા…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક આજે બપોરના એક વાગ્યાની આસપાસ એક બાઈક અકસ્માત સર્જાયો હતો જેમાં કરીમભાઈ ખટકી(રહે. લક્ષ્મીપરા, વાંકાનેર) નામના વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમયે ત્યાંથી કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાનો કાફલો પસાર થયો હતો જેથી માનવતા ધોરણે તાત્કાલિક કેન્દ્રીય મંત્રીએ પોતાનો કાફલો રોકાવી આકસ્માત ગ્રસ્તની મદદે દોડી ગયા હતા…
આ જ સમયે ત્યાંથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા પણ પસાર થતા તેઓ પણ તાત્કાલિક અકસ્માતગ્રસ્તની મદદે દોડી ગયા હતા. ડો. મહેન્દ્ર મુંજપરા અને શકીલ પીરઝાદાએ સ્થળ પર દુર્ગમ પરિસ્થિતિ જોતા તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી અને આકસ્માત ગ્રસ્ત કરીમભાઈ માટે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવાની વ્યવસ્થા કરી હતી…
વ્યસ્ત દિનચર્યા અને કાર્યક્રમમાં પરોવાયેલા રહેતા બંને નેતાઓએ માનવસેવાને પ્રાથમિકતા આપી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ સ્થળ છોડી એક સાચા લોકસેવકની છાપ છોડી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT