આંખે વળગે તેવી ટ્રાફિક સમસ્યા હોવા છતાં આજ સુધી કોઈ નક્કર કામગીરી કરાઇ નથી : રોજબરોજની સમસ્યાથી ત્રસ્ત વેપારીઓ અને નાગરિકો સમસ્યાના કાયમી હલને જંખી રહ્યા છે…
વાંકાનેર શહેરની મધ્યમાં આવેલા ગ્રીન ચોકથી સીટી સ્ટેશન રોડ પર હાઈવે ઓવર બ્રીજ સુધી રોડ વચ્ચોવચ્ચ બંને બાજુએ રેકડીઓના જમેલાથી આ રોડ પર ચાલીને પસાર થવું પણ મુશ્કેલ બનતું હોવા છતાં જવાબદાર તંત્રને આંખે મોતીયા આવ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, અન્યથા વર્ષો જૂની આ સમસ્યા આજે પણ યથાવત્ રહે ખરી ?
આ ટ્રાફિક સમસ્યા બાબતે વાંકાનેર શહેરના નાગરિકો, વેપારીઓ તેમજ રાજકીય-સામાજિક આગેવાનો દ્વારા જવાબદાર પોલીસ અને પાલિકા તંત્રને અનેક વાર લેખિત-મૌખિક રજૂઆતો કરી હોવા છતાં મતોના રાજકારણ વચ્ચે આજે પણ આ સમસ્યા જેથી રહી છે. બાબતે બે વર્ષ પુર્વે નગરપાલિકા દ્વારા ગ્રીન ચોકથી સીટી સ્ટેશન રોડ પર હાઈવે ઓવર બ્રીજ સુધી સિંગલ પટ્ટી રોડને પહોળો બનાવી વચ્ચે ડિવાઈર બનાવી ડબલ કરવામાં આવ્યો,
જે કામ પણ આજે બે વર્ષ બાદ પણ અધુરૂ હોય જેમાં શરૂઆતમાં રોડના નવિનીકરણ સમયે વચ્ચે ડિવાઈડર માટે રાખેલ ગટર લાંબો સમય જૈસે થે રહેતા અહીં રેકડી ચાલકો દ્વારા રોડ વચ્ચે રેકડીઓ ગોઠવી છુટક વેપાર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં આજે ડિવાઈડર બન્યા બાદ પણ રોડ વચ્ચે બંને બાજુ રેકડી ધારકો પોતાનું સામ્રાજ્ય સ્થાપી, રોડ પર વેપાર કરતાં હોય જેથી આ રોડ પર ચાલીને કે વાહન લઇને પસાર થવું પણ મુશ્કેલ બને છે.
બાબત ખુલ્લી કિતાબ હોવા છતાં જવાબદાર પોલીસ તંત્ર હોતી હૈ, ચલતી હૈ માફક ખુલી આંખે તમાસો નિહાળી રહ્યું છે. સતત ચક્કાજામ રહેતા આ સીટી સ્ટેશન રોડ પરનાં બંને બાજુના વેપારીઓ પણ આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જેથી આ બાબતે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી વાંકાનેરના નાગરિકો-વેપારીઓમાં માંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH