ગામની ગૌચરની બે એકર જેટલી જમીન પર ગેરકાયદેસર દબાણ અંગે ગામના બે માલધારી દ્વારા જવાબદાર તંત્રને અરજી અને આરટીઆઇ કર્યા બાદ પણ તંત્ર મુક પ્રેક્ષક, કાર્યવાહી ક્યારે કરાશે ?

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના ગૌચર સર્વે નં. 105 પૈકી 11ની ગૌચર જમીનની બાજુમાં નવનિર્માણ પામી રહેલ સેપ રિફ્રેકટરી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતાની માલિકી સિવાય બાજુમાં જ આવેલ ગૌચરની બે એકર જેટલી જમીનમાં સબ ભૂમિ ગોપાલ કી સમજી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય જે બાબતે ગામના માલધારી જગાભાઈ નવઘણભાઈ સરૈયા દ્વારા પોતાના ગામની ગૌચરની જમીન બચાવવા અને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી અને જેતપરડા ગામના તલાટી કમ મંત્રીને લેખિતમાં ફરિયાદ અરજી કરેલ હોવા છતાં આજ સુધી જવાબદાર તંત્ર દ્વારા બાબતે કોઇ પગલા લેવાયા નથી..!

વધુમાં આ ફરિયાદ અરજી બાબતે ગામના અરજદાર કુલદીપસિંહ ઝાલા દ્વારા આરટીઆઇ કરી જગાભાઈ સરૈયાની ફરિયાદ અરજી બાબતે કાર્યવાહી કરી તંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાં વિશે માહિતી માંગી હોવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા આરટીઆઇ અરજીનો પણ જવાબ સુધ્ધાં આપવાની તસ્દી લીધી નથી, જે બાબતે ભ્રષ્ટાચારની સુચક માનવી ઘટે. શું જવાબદાર તંત્ર ઉદ્યોગપતિઓના હાથે વહેંચાયેલું છે ?

જેતપરડા ગામ વિસ્તારમાં પોતાની માલિકીની જમીનની બાજુમાં જ આવેલ ગૌચરની જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવી સબ ભૂમિ ગોપાલ કી સમજનાર આ વિસ્તારના ઉદ્યોગપતિઓ જેતપરડા ગામની ગૌચર જમીનો ખતમ કરવા મથી રહ્યા છે ત્યારે આવા લોકો સામે ગામના જાગૃત નાગરિકો દ્વારા તંત્રને લેખિત, મૌખિક અનેક રજૂઆતો કરવા છતાં આજ સુધી કોઈ પણ દબાણ કરનાર ઉદ્યોગપતિઓ સામે જવાબદાર તંત્રએ પગલાં લીધા નથી જે બાબત સરકારી તંત્ર ઉદ્યોગકારોને સાથે વહેંચાયેલું હોવાનું માનવું ઘટે, અન્યથા આવા દબાણકર્તાઓ સામે તાત્કાલિક પગલાં કેમ લેવાતાં નથી ?

ગુજરાત રાજ્યની સ્થાપના વખતે કોંગ્રેસની સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગાયોના ચારણ માટે ગૌચરની જમીન અનામત રખાય છે જે જમીનો પર હાલ આવા ઉદ્યોગકારોની નજર બગડી છે અને ગામની આ ગૌચરની જમીન હડપ કરી રહ્યા છે છતાં રાજ્યની ભાજપ સરકાર તમાશો જોઇ રહી છે. બાબત તપાસનો મુદ્દો છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!