મોડી રાત્રે મોરબી મુસ્લિમ સમાજના અગ્રણી તેમજ રાજકીય આગેવાન ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝની બેવડી હત્યાથી પોલીસ સ્તબ્ધ, મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન વધતો જતો ક્રાઈમ રેટ…

મોરબી જાણે ક્રાઈમ નગરી બની ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં હજુ જાહેરમાં ફાયરીંગથી મમુ દાઢીની હત્યાની શાહી સુકાઇ નથી ત્યાં ફરી આજે મોડી રાત્રે ફરી બેવડી હત્યાનો બનાવ સામે આવતાં મોરબી જિલ્લા પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જાયો છે. જેમાં આજે મોડી રાત્રીના મોરબી મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂકભાઈ મોટલાણી અને તેના યુવાન પુત્રની તેમના જ ઘર પાસે તીક્ષ્ણ હથિયારો વડે નિર્મમ હત્યાનો સનસીખેજ બનાવ સામે આવતા મોરબી જીલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના અગ્રણી, મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તેમજ રાજકીય આગેવાન ફારૂકભાઈ ઈબ્રાહિમભાઈ મોટલાણી(ઉ.વ. 52) અને તેમના પુત્ર ઈમ્તિયાઝ ફારૂકભાઈ મોટલાણી (ઉ.વ. 24)ની તેમના જ ઘર પાસે મોડી રાત્રીના અમુક શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી…

બંને પિતા-પુત્ર પર થયેલા આ જીવલેણ હુમલામાં બંનેના મોત થતાં મોરબી મુસ્લિમ સમાજ સહિત સમગ્ર મોરબીમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. હાલ બંને મૃતકોના મૃતદેહોને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે તેમજ બનાવની જાણ થતાં જ મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બનાવની તપાસ શરૂ કરી છે…

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન હત્યા, લુંટ, ફાયરિંગ સહિતના બનાવોમાં વધતા ક્રાઇમ રેટમાં ભારે ઉછાળો આવ્યો છે જેની પાછળ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા આંખ ઉડીને નજરે પડે છે. સતત વધતા જતા ક્રાઈમ રેટના કારણે મોરબી જિલ્લાના નાગરિકો પોતાના જાન-માલની અસલામતી અનુભવી રહ્યા હોય જેથી આ બાબતે સરકાર દ્વારા તાત્કાલિક એક્શન મોડમાં આવી ઘટતા પગલાં લેવા લોકમાંગ ઉઠી છે…

સમગ્ર મોરબી જિલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

 

error: Content is protected !!