વાંકાનેર શહેર ખાતે રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ઉંચા વ્યાજ દરે યુવાનને પૈસા આપી બાદમાં બે શખ્સોએ પૈસાની પઠાણી ઉઘરાણી કરી માર મારતા લાગી આવવાથી યુવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મુસ્તુફાભાઇ શબીરભાઇ નોકડ(ઉ.વ-24, રહે-વોરાવાડ, નવાપરા, જે. કે. ટેઇલર્સ સામે, વાંકાનેર)એ આરોપીઓ અનિલભાઇ બુટાભાઇ લામકા તથા ઘનાભાઇ મોનાભાઇ લામકા(રહે-બંન્ને ભરવાડપરા ,વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તા.૧૫ ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાની આસપાસ વાંકાનેર વોરાવાડ ફરીયાદીના ઘર પાસે બનેલા આ બનાવમાં અગાઉ ફરીયાદીને પોતાના ભંગારના ધંધામા પૈસાની જરૂરત હોય જેથી એક આરોપી પાસેથી છ મહિના પહેલા રૂ. 80,000 વ્યાજે લીધા હતા…

આ પૈસાની ઉંચા વ્યાજ સહિત કુલ રૂ. 1,50,000 ની પઠાણી ઉઘરાણી આરોપીઓએ ફરીયાદી પાસે કરી ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીને વાસામા ઢીકા તથા કેન લટકાવવાના લોખંડના સ્ટેન્ડ વતી વાસામા મુંઢમાર મારી તેમજ પેટના ભાગે પથ્થરથી મુંઢ ઈજા પહોંચાડી હતી. આરોપીએ ઉંચા વ્યાજ દરે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતા આખરે ફરીયાદીએ કંટાળી જઇ ફીનાઇલ પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો…

જ્યાંથી યુવાને પ્રાથમિક સારવાર બાદ બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે આઇ. પી.સી.કલમ-૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એ કલમ-૧૩૫ તથા મનીલેન્ડ એકટ કલમ-૫, ૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

 

error: Content is protected !!