નવરંગ નેચર કલબ દ્વારા 20મી માર્ચ, વિશ્વ ચકલી દિવસની વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોહળી સંખ્યામાં લોકોનો ચકલી બચાવો અભિયાન તથા પર્યાવરણની જાળવણી પ્રત્યે હકારાત્મક વલણ જોવા મળ્યું હતું, આ તકે નાગરિકોમાં 1,000 જેટલા ચકલીઘર તથા 300 જેટલા કુંડા, ચબૂતરા અને ફુલછોડનું વિતરણ કરવામાં આવ્યું હતું….

આ ઉજવણી દરમ્યાન સ્વદેશી તેમજ નાના માણસો દ્વારા બનાવેલ હાથ બનાવટની વસ્તુઓ જેમ કે કપડાની થેલી, પાટલા, વેલણ, મધ, શાકભાજીના બીયારણ, લીમડાના સાબુ, પાપડ સહિતની વસ્તુઓની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મંદિરના મહંતશ્રી અશ્વિનભાઈ રાવલ, મિટ્ટીકુલ વાળા મનસુખભાઈ પ્રજાપતિ, નાયબ મામલતદાર બી. એસ. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા ભુપતભાઈ છૈયા, ધ્રુવગીરી ગોસ્વામી, રામદેભાઈ ભાટિયા, હર્ષદગીરી ગોસ્વામી, જીતુભાઈ ગોસ્વામી, જીગીશભાઈ મેહતા, પીયુષભાઈ ગોસ્વામી, ધવલભાઈ કરથીયા, રાહુલભાઈ જોબનપુત્રા તથા જીતુભાઈ પાંચોટિયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!