વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન વધતા કોરોના કહેર વચ્ચે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા દ્વારા ગામની ભાટીયા સોસાયટી ખાતે વેપાર કરતા તમામ વેપારીઓનું થર્મલ ગન દ્વારા શરીરનું તાપમાન માપી જરૂર જણાય તેને તાત્કાલિક સારવાર માટે જવાનું અને ગ્રાહકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા સુચનાઓ આપવામાં આવી હતી…
ગામમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા અને લોકોમાં જાગૃતતા લાવવા માટે ચંદ્રપુર ગામના સેવાભાવી સરપંચ શ્રી હરિશ્ચંદ્રસિંહ ઝાલા દ્વારા ગામની ભાટીયા સોસાયટીમાં આવેલી દુકાનોમાં તમામ વેપારીઓનું ટેમ્પ્રેચર માપી, દુકાનો પર આવતા ગ્રાહકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરીને જ દુકાને આવે અને દુકાનદારો સેનિટાઈઝરનો ઉપયોગ કરે તેવી જરૂરી તમાંમ સુચનાઓ આપવામાં આવી હતી અને તેનો કડક અમલ કરવા પણ જણાવ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr