વાંકાનેર નજીક આવેલ પીપરડી ગામની સીમમાં આવેલ દેવ ઈન્ડસ્ટ્રીમાં આજે સાંજના સમયે અચાનક કોઈ કારણસર બોઇલર ફાટતાં મોટો બ્લાસ્ટ સર્જાયો હતો. આ બ્લાસ્ટનો વિસ્ફોટ અંત્યત ભયાનક હોય જેથી આજુબાજુના ગામલોકો પણ ગભરાઈ ગયા હતા. બનાવની જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડ ટીમ, મેડિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક આવેલ પીપરડી ગામ પાસે આવેલ દેવ ઈન્ડસ્ટ્રીમાં આજે સાંજના ૯ વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણસર બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ સર્જાયો હતો. આ વિસ્ફોટના સમયે કંપનીમાં 40 કરતા વધુ કર્મચારીઓ હાજર હોવાની માહિતી મળી રહી છે પરંતુ જાનહાનિ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ વિસ્ફોટ અંત્યત ભયાનક હોય જેથી આજુબાજુના 10 કીમી જેટલા વિસ્તારમાં તેની અસર દેખાય હતી…

બનાવની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને રાજકોટથી ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ, ૧૦૮ ટીમ સહિતની ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ બનાવ સ્થળે ત્રણથી ચાર 108, ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે સહાયતા માટે હાજર છે.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!