હાઇવે ચોકડીથી લીમડા ચોક સુધીના જીનપરા મેઇન રોડ પર પડેલા સાત ખાડાઓ ચક્રવાતના અહેવાલ બાદ આજે પાલિકાતંત્રએ માટીથી પુર્યા, જેનાથી આ રોડ પર ધુળની ડમરીઓ અને થોડા દિવસગ બાદ જૈસે થે ની સ્થિતિ સર્જાયા પુર્વે આ ખાડાઓને સિમેન્ટ કોંક્રિટથી પુરવામાં આવે તેવી લોકમાંગ…
વાંકાનેર શહેરની હાઈવે ચોકડીથી લીમડા ચોક સુધીના અડધો કિમી જીનપરા મેઇન રોડને સાતેક વર્ષ પૂર્વે સિમેન્ટ-કોંક્રીટથી મઢી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. મજબૂતીથી બનાવાયેલ આ સી.સી રોડ પર હાઇવે ચોકડીથી લીમડા ચોક સુધીના અડધા કિલોમીટર રોડમાં ભુગર્ભ ગટર ખોદાણ અને રોડ ઉપસી જવાના કારણે સાત જેટલા મોટા ગાબડા પડયા છે.
જે ખાડાઓ અહીંથી પસાર થતાં વાહન ચાલકો માટે માથાના દુખાવારૂપ બન્યા બાદ ચક્રવાત ન્યુઝના દ્વારા આઠ ફેબ્રુઆરીના રોજ આ બાબતે અખબારી અહેવાલ પ્રસિધ્ધ કરાયા હતા જેના પડઘા રૂપ સફાળુ જાગેલ વાંકાનેર નગરપાલિકા તંત્ર આ ખાડાઓને માટીથી પુરવા નીકળી પડયું હતું…
આ બાબતે ચક્રવાતના અહેવાલના નવ દિવસ બાદ સફાળું જાગેલ વાંકાનેર નગરપાલિકા તંત્ર વાહન ચાલકો માટે માથાના દુઃખાવા રૂપ બનેલા જીનપરા મેઇન રોડ પરના સાત જેટલા મોટા ખાડાઓ સિમેન્ટ-કોંક્રિટથી પુરવાના બદલે માટીમાંથી પૂરી વાહન ચાલકોની સમસ્યામાં વધારો કર્યો હતો. માટીથી પુર્યા બાદ આ રોડ પર ધુળની ડમરીઓ ઉડી રહી છે. અને વધુમાં આ માટીથી બુરાણ કેટલા સમય ચાલશે ?
બાબતે તાત્કાલિક વાંકાનેર નગરપાલિકા તંત્ર દ્વારા આ રોડ પરના ખાડાઓ સિમેન્ટ-કોંક્રિટથી બુરી અને વાહન ચાલકોને પડતી હાલાકી દુર કરે તેવી લોકમાંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi