ગઇકાલે પીપળીયા રાજ તેમજ વાલાસણ ગામે વિશાળ જનસભા સંબોધી, બંને ગામના મતદારોનો હંમેશા કોંગ્રેસ પક્ષ સાથે રહેવા અને જંગી મતોથી કોંગ્રેસી ઉમેદવારને વિજય બનાવવા કોલ : તિથવા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ કોંગ્રેસી ઉમેદવારોને મતદારો તરફથી મળતા જન સમર્થનથી વિજય નિશ્ચિત મનાઇ રહ્યો છે : બંને ગામોની સભામાં જનમેદની જોતા વિપક્ષ હક્કા-બક્કા, જીત માટે કપરા ચઢાણ….

વાંકાનેર તાલુકાની ૨૩-તિથવા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી તેમજ વાંકાનેર તાલુકા પંચાયતની પીપળીયારાજ/વાલાસણ સીટ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ચુંટણી પ્રચાર માટે ગઇકાલે પીપળીયારાજ અને વાલાસણ ગામ મુકામે વિશાળ જનમેદનીની હાજરીમાં સભા યોજાઈ હતી…

વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ હાજર તમામ મતદારોને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મતો આપી વિજયી બનાવવા માટે હાંકલ કરી હતી. તેમજ આ સભામાં વિશાળ જનમેદની સાથોસાથ પીપળીયા રાજ ગામના આગેવાનો પૈકી જી. જી. કડીવાર, મહમદ હુસેનભાઇ (બાબલાભાઈ), યુનુસભાઈ (બેટરી), અમીયલભાઈ (દલાલ), હુસેનભાઇ (મંત્રી),

તેમજ વાલાસણ ગામની સભામાં આગેવાનો પૈકી રહીમભાઈ કડીવાર, યુનુસ સાજી કડીવાર, બશીર ફતેમામદ, અમનજી કડીવાર, નજુભાઈ સીપાઇ, અબુભાઈ પટોળી સહિતના ખાસ હાજર રહી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને સમર્થન જાહેર કરી તેમને જંગી મતોથી વિજય બનાવવા નિશ્ચય કર્યો હતો…

આ સભાને સંબોધતા ધારાસભ્ય પીરજાદાએ જણાવ્યું હતું કે ખેડૂતો પર ભાજપે કરેલા જુલ્મો અને કૃષિ કાયદાઓ બાબતે થતા અત્યાચારનો જવાબ આપવાનો સમય આવી ગયો છે, તમામ ખેડૂતો એક બની અને સત્તાના મદમાં મસ્ત ભાજપને પોતાની તાકાત બતાવી અને કોંગ્રેસના ઉમેદવારને મત આપી વિજય બનાવો. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે હંમેશા પક્ષનો નિર્ણય આખરી હોય છે,

પક્ષ કરતા કોઈ મહાન હોતુ નથી. આ બંને ગામો હંમેશા વફાદારી પુર્વક કોંગ્રેસ સાથે રહ્યા છે અને આ ચુંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ સાથે જ રહેશે તેવો મને વિશ્વાસ છે. જીલ્લા સંઘના ડિરેક્ટર રસુલભાઈ કડીવારે પોતાના તેજાબી પ્રવચનમાં ભાજપના દુષ્પ્રચારના જડબાતોડ જવાબો આ બંને ગામના મતદારો આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.

તિથવા જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસી ઉમેદવારના પતી શ્રી ઈસ્માઈલભાઈ બાદીએ પીપળીયા રાજ ગામના જુના આગેવાનો પૈકી મર્હુમ આહમદભાઈ બાવરા(પુર્વ પ્રમુખ, વાંકાનેર તા. પં.) અને મર્હુમ ફતેમામદભાઈ કડીવાર(પુર્વ સરપંચ)ને યાદ કરી પોતાના પ્રવચનની શરૂઆત કરી ગામજનોને આશ્ચર્ય ચકીત કર્યા હતા અને જણાવ્યું હતું કે તમારા આપેલ એક પણ મતને હું એળે નહીં જવા દઉં અને મારા મતવિસ્તારના તમામ નાગરિકોને સાથે રાખી વિકાસના કામો કરાવીશ. સાથે જ તેમણે પાંચદ્વારકા ગામના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન કરેલ કામોનું વર્ણન કર્યું હતું અને ભાજપ પક્ષના ઉમેદવાર તેમજ હાજપના દુષ્પ્રચારનો જડબાતોડ જવાબ આપ્યો હતો…

પીપળીયા રાજ અને વાલાસણ ગામે ગઇકાલના રોજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પ્રચાર માટે યોજાયેલી જનસભા અને તેમા ઉમટી પડેલ વિશાળ જન મેદની બાદ વિપક્ષ ખેમામાં હારનો હડકંપ મચી ગયો છે તેવો શુર રાજકીય સુત્રો પાસેથી જણાવા મળી રહ્યો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!