વાંકાનેર સીટી પોલીસે ગતરાત્રે વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર રેલવે નાલા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ કુલ રૂ.16,720 નો મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદીપભાઈ બોરાણા, અરવિંદભાઈ મકવાણા,પ્રતિપાલસિંહ વાળા સહિતના પોલીસ સ્ટાફના ગતરાત્રે નાઈટ પેટ્રોલીંગમાં દરમિયાન વાંકાનેરના નેશનલ હાઇવે ઉપર રેલવે નાલા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સુનિલભાઈ દેવજીભાઈ આધારા,

સાહિલભાઈ ઇસ્માઇલભાઈ મીરા, સંજયભાઈ કરણાભાઈ બાંભવા, ભુપતભાઈ કાનાભાઈ રાતડીયા, હિરેનભાઈ હરેશભાઈ ધોળકિયા, આસીફભાઈ ઇબ્રાહિમભાઈ કેડાને કુલ રૂ. 16,720 ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!