ચક્રવાત મીડિયા સમુહના મેનેજીંગ તંત્રી અને ભારતનાં સૌથી મોટા પત્રકાર સંગઠન એવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ-ABPSS (રજી.)- ન્યુ દિલ્હીનાં સંસ્થાપક એવમ રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવડિયાનો આજે જન્મદિવસ છે. વિદ્યાર્થીકાળથી જ જાહેર જીવનમાં સક્રિય રહેલા જિજ્ઞેશભાઈ બહુ આયામી વ્યક્તિત્વ ધરાવે છે અને હાલ પણ‌ તેઓ એકસાથે અનેક ક્ષેત્રોમાં સેવા પ્રદાન કરી રહ્યા છે.

ગુજરાત યુવા પરિષદ, ભગતસિંહ ક્રાંતિ દળ જેવા તેમના દ્વારા સ્થાપિત સંગઠનો રાષ્ટ્ર સેવા માટે કટિબદ્ધ અને સમર્પિત યુવાનોની ફોજ તૈયાર કરવામાં પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતમાં શહિદ ભગતસિંહની ક્રાંતિકારી અને માનવીય વિચારધારાને સ્થાપિત કરવા માટે તેઓ સતત કાર્યરત રહ્યા છે. શહિદ ભગતસિંહને ભારત રત્ન એવોર્ડ એનાયત થાય તે હેતુથી એક લાખ લોકોની સહી એકત્ર કરવા માટે તેઓ તેમની યુવા ટીમ સાથે સોમનાથથી દિલ્હી સુધીની રન ફોર ભગતસિંહ સાઇકલ યાત્રા કરી ચૂક્યા છે.

સમગ્ર દેશનાં પત્રકારોને તેમના વ્યવસાયિક અધિકારો પ્રાપ્ત થાય અને પત્રકાર સુરક્ષા કાનૂન દેશની સંસદમાં પસાર થાય તે હેતુથી હાલમાં તેઓ સતત દેશભરમાં પત્રકાર સંમેલનો કરી રહ્યા છે. હાલ 22 થી વધુ રાજ્યોમાં 25,000 થી વધુ પત્રકારો તેમનાં દ્વારા સ્થાપિત સંગઠન ABPSS માં જોડાઈ ચૂક્યા છે. છત્તિસગઢમાં તાજેતરમાં પસાર કરવામાં આવેલ “પત્રકાર સુરક્ષા કાનૂન” નાં અમલીકરણ માં તેમની મુખ્ય ભૂમિકા જોવા મળી હતી. દેશ-વિદેશમાં પોતાની બહુમુખી પ્રતિભાનાં જોરે લોકપ્રિય બનેલા જીજ્ઞેશભાઈ કાલાવડિયાને આજે તેમના જન્મદિવસ નિમિત્તે મો. 98250 20064 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

error: Content is protected !!