મહત્તમ પાંચ દિવસ માટે પુખ્ત વ્યક્તિને પ્રતિદિન રૂ. 100 અને બાળકને રૂ. 60ની રોકડ રકમની ચુકવણી કરાશે…

મોરબી જીલ્લામાં વાવાઝોડાને પગલે વહિવટી તંત્ર દ્વારા ઘણાબધા વિસ્તારોમાંથી અસરગ્રસ્તોને તાત્કાલિક અસરથી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જેમાં સરકારના નિયમો અનુસાર‌ આ તમામ સ્થળાંતરિતોધે કેશ ડોલ્સ ચુકવવા ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં મહત્તમ પાંચ દિવસ માટે પુખ્ત વ્યક્તિ દીઠ રૂ. 100 અને બાળક દિઠ રૂ. 60ની રોકડ રકમની ચુકવણી કરવામાં આવશે…

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના નાયબ સચિવ દ્વારા બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જીલ્લામાં કેશ ડોલ્સની સહાય રોકડમાં આપવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે મહેસુલ વિભાગના ઠરાવથી કુદરતી આપદા સમયે અસરગ્રસ્તોને દૈનિક રોકડ સહાય (કેશ ડોલ્સ) ચુકવવા નક્કી કરવામાં આવેલ હોય, જે અનુસંધાને મોરબી જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા બીપરજોય વાવાઝોડા દરમિયાન સ્થળાંતરિત કરવામાં આવેલ દરેક વ્યક્તિને મહત્તમ પાંચ દિવસ માટે પુખ્ય વયની વ્યક્તિ માટે રૂ. 100 પ્રતિદિન અને બાળક દીઠ રૂ. 60 પ્રતિદિન સહાય રોકડમાં ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!