શ્રી ગિરિરાજ હોસ્પિટલ -કુવાડવા તથા દારૂલ ઉલૂમ હક્કાનીયા અહેલે સુન્નત ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે….
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આગામી રવિવારના રોજ ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે શ્રી ગિરિરાજ હોસ્પિટલ-કુવાડવા તથા દારૂલ ઉલુમ હક્કાનીયા અહેલે સુન્નત ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ પ્રેશર, બ્લડ સુગર, એસ.પી.ઓ.ટુ, વજન/ઉંચાઈ તથા ડોક્ટરની તપાસ સહિતના રોગોનું નિદાન કરવામાં આવશે….
આ નિદાન કેમ્પમાં સ્રી રોગ નિષ્ણાત ડો. રવિ કરમટા, હાડકાંના નિષ્ણાત ડો. ચિરાગ પરમાર, પેટના રોગોના નિષ્ણાત ડો. પ્રદ્યુમન ચોકસી, હ્દય તથા ડાયાબિટીસના નિષ્ણાત ડો. સરફરાઝ શેરસીયા, દાંતના નિષ્ણાત ડો. નિશીત સચદે, બાળરોગ નિષ્ણાત ડો. રાજદીપસિંહ ગોહીલ સહિતની ડોક્ટરોની સેવા આપશે….
તારીખ : ૦૯/૧૦/૨૦૨૨
સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી…
સ્થળ : દારૂલ ઉલૂમ હક્કાનીયા-ખીજડીયા
એપોઈન્ટમેન્ટ માટે : 9537107107
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0