વાંકાનેરના વકીલ સાહીલ એમ. બ્લોચની દલીલોને ગ્રાહ્ય રાખતી નામદાર કોર્ટે…
વાંકાનેર તાલુકાના ભાયાત જાબુડીયા ગામની સીમ જમીન સર્વે નં.૧૦૦ પૈકી હે.૧-૨૩-૪૩ ગુઠાની જમીન જે તે વખતનો રેવન્યુ રેકર્ડમા નોંધાયેલ મુળ માલીક પાસેથી વાંકાનેરના રહીશ નટવરલાલ મુલકચંદ શાહે રજી. દસ્તાવેજ તા.૨૯-૩-૬૮ના રોજ વેચાણથી રાખેલ. ત્યારબાદ સદરહુ જમીન નટવરલાલ મુલકચંદ શાહ પાસેથી રૂષીરાજ ઘનશ્યામસીંહ ઝાલા વગેરેએ ખરીદ કરી રજી. દસ્તાવેજ નં.૧૬૫૬ તા. ૨૯–૮–૧૩ ના રોજ ખરીદ કરેલ હતી, જેના આધારે રેવન્યુ રેકર્ડમાં નોંધ થયેલી. ત્યારબાદ સદરહુ જમીન તેમની પાસેથી મોરબીના રહીશ જગદીશભાઈ કુંવરજીભાઈ દલસાણીયાએ આ જમીન વેચાણથી રાખેલી અને તેમના નામે પણ રેવન્યુ રેકર્ડમા નોંધ થયેલી. આમ સદરહુ જમીન જગદીશ કુંવરજી દલસાણીયાના કબજા ભોગવટા અને માલીકીમા આવેલી.
ત્યારબાદ સદરહુ જમીન સબંધમા મુળ ખાતેદારના સંતાનોએ વાંકાનેરના મહે. પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ સાહેબની કોર્ટમા સ્પે.દિવાની કેસ નં.૧૧/૨૦૧૮ થી દાવો દાખલ કરેલ અને સદરહુ દાવાના કામે સદરહુ દાવાવાળી જમીન વડીલોપાર્જીત મીલકત હોવાનું અને પોતે સદરહુ જમીનના વારસદાર હોવાનુ જણાવી વડીલોપાર્જીત મીલકત પોતાની સહમતી વીના આ જમીન અંગેનો દસ્તાવેજ થયેલ હોઈ તેમજ સદરહુ જમીનના ખરીદનાર ખેડુત ખાતેદાર ન હોઈ આ જમીનનો ગેરકાયદેસર રીતે વેંચાણ વહેવાર થયેલ હોઈ અને આ જમીનો વાદીના કહેવા મુજબ વાદીના કબજા ભોગવટા અને માલીકીમા હોઈ વગેરે હકીકતો જણાવી સદરહુ દસ્તાવેજ રદ કરવા માટે નામ.સીવીલ કોર્ટમા દાવો દાખલ કરેલ.
જે કામમાં પ્રતીવાદીઓ તરફથી દાવાવાળી જમીન પોતાના કબજા ભોગવટા અને માલીકીની હતી અને પોતે સદરહુ જમીન વરસો પહેલા રજી.દસ્તાવેજથી વેચાણ રાખેલી. તેમજ પ્રતીવાદી નં.૧ નટવરલાલ મુલકચંદ શાહ દ્વારા એવી રજુઆત થયેલ કે સદરહુ જમીન સબંધમા સૈારાષ્ટ ધરખેડ અન્વયે પ્રોસીડીગ થયેલા અને જીલ્લા કલેકટરે સદરહુ જમીન સરકાર ખાલસા કરેલી. પરંતુ ત્યારબાદ તે સબંધમાં અધીક સચીવ અમદાવાદે કાયદેસર ખેડૂત ઠરાવી જમીન સરકાર ખાલસા કરવાનો હુકમ રદ કરેલ. જેની સામે સરકારશ્રી દ્વારા હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવામા આવેલી અને જે અપીલ પણ ગુજરાત હાઈકોર્ટે રદ કરેલી.
ત્યારબાદ ઉતરોતર સદરહુ જમીનના વેચાણ દસ્તાવેજ થયેલા અને અંતે સદરહુ જમીન મોરબીના રહીશ જગદીશ કુવરજીભાઈ દલસાણીયાએ વેચાણથી રાખેલ હોઈ તેમનો કબજો ભોગવટો અને માલીકી છે. તેવુ જણાવી સદરહુ દાવો સમય મર્યાદાના કાયદાથી બાધીત છે તેવી રજુઆતો કરેલી. ત્યારબાદ સદરહુ દાવાના કામે આ દાવો સમય મર્યાદાના કાયદાથી બાધીત છે અને વાદીને દાવો લાવવા માટે કાનુની રીતે કોઈ હકક કે અધીકાર નથી. તેવું જણાવીને સીવીલ પ્રોસીઝર કોડ ઓર્ડર ૭ રુલ ૧૧ મુજબની દાવા અરજી રદ કરવા માટેની અરજી કરેલી. સદરહુ અરજીમાં એવુ જણાવેલ કે આ દાવો ભાયાતી જાબુડીયાની સીમ જમીન સર્વે નં.૧૦૦ પૈકી હે.૧-૨૩–૪૩ ગુઠા સબંધમાં વાદીના વડવાએ કરેલ છે.
જે અંગે દસ્તાવેજ તા.૨૯-૩-૬૮ ના રોજ વાદીના વડવા પાસેથી પ્રતીવાદીએ ખરીદ કરેલી અને તે તારીખથી દાવા વાળી જમીનનો કબ્જો ભોગવટો અને માલીકી પ્રતીવાદીને પ્રાપ્ત થયેલી. આમ સદરહુ દસ્તાવેજની તારીખથી દાવાવાળી જમીન પર વાદીઓનો કે તેમના પીતાશ્રીનો કોઈ માલીકી હકક કે કબજો ભોગવટો રહેતો નથી. અને તેમના તમામ અધીકારો લેપ્સ થાય છે. તેમજ સદરહુ દસ્તાવેજના આધારે રેવનયુ રેકર્ડમા નોંધ થયેલી છે, જે નોંધ મંજુર થયેલ છે. સદરહુ દાવાના કામે વાદીના પીતાશ્રીએ દસ્તાવેજ કરી આપેલ નથી તેવી કોઈ હકીકત દાવામા જણાવેલ નથી. તેવા સંજોગોમા સદરહુ દસ્તાવેજ વાદીના પીતાશ્રીએ કરી આપેલ છે તે હકીકત વાદીએ સદરહુ દાવામાં કબુલ રાખેલ છે. અને દસ્તાવેજના આધારે રેવન્યુ રેકર્ડમા નોંધ થયેલ છે કે કેમ તે અંગેની કોઈ હકીકત જણાવેલ નથી.
આમ સદરહુ દાવો સમય મર્યાદાના કાયદાથી બાધીત છે. અને કાયદા મુજબ સદરહુ દાવો સમય મર્યાદાના કાયદાથી બાધીત નથી તે હકીકત પુરવાર કરવાની જવાબદારી વાદી પર રહેલી છે. તેમજ વાદીએ આ દાવામા માલીકી હકક ઠરાવી આપવા માટેની કોઈ દાદ માંગેલ નથી. અને માત્ર સદરહુ દસ્તાવેજ રદ કરાવાની દાદ માંગેલ છે. તેવા સંજોગોમા સદરહુ દાવો કોઝ ઓફ એકશનના અભાવે અને સદરહુ પ્રથમ સેલડીડ તા.૨૯-૯-૬૮ના રોજ નોંધાયેલ હોઈ દાવો સમય મર્યાદાના કાયદાથી બાધીત હોઈ ઓર્ડર ૭ રુલ ૧૧ના પ્રોવીઝન મુજબ દાવો રદ કરવાની માંગણી કરેલી અને તે સબંધીત અરજી કરેલી. આ કામમાં સુનાવણી થતા પ્રતીવાદીના એડવોકેટ સાહીલ એમ. બ્લોચ દ્વારા સદરહુ દાવો સમય મર્યાદાના કાયદાથી બાધીત છે તેવી રજુઆતો કરેલી અને નામ.સુપ્રિમ કોર્ટના ૨૦૨૦ના ચુકાદાઓ રજુ કરી કોઈપણ દાવો સમય મર્યાદાની અંદર દાખલ થયેલ ન હોય તો તેવો દાવો રદ થવાને પાત્ર છે તેવી રજુઆતો કરેલી. તેમજ નામ. સુપ્રિમ કોર્ટે એવુ પણ ઠરાવેલ છે કે મલ્ટીપલ કોઝ ઓફ એકશન હોય ત્યારે પ્રથમ કોઝ ઓફ એકશન જે કારણથી ઉભું થયેલ હોઈ તેને દાવો કરવા માટેનુ કારણ ગણી શકાય.
માત્ર કલેવર ડ્રાફટીગના આધારે કોઈપણ દાવાને સમય મર્યાદાનો ગણી શકાય નહી. તેવી રજુઆતો થયેલી. તેજ રીતે નામ.ગુજરાત હાઈકોર્ટનો ૨૦૨૧ નો ચુકાદો રજુ કરીને એવી રજુઆત કરેલી કે કોઈપણ સેલડીડ થયા બાદ ૩ વર્ષની અંદર તે સેલડીડને રદ કરાવા માટેની માંગણી કરવામા ન આવે તો તેવો દાવો કાયદા મુજબ ટેનેબલ નથી. એવી રજુઆતો કરવામા આવેલી અને તેના સમર્થનમા વિવિધ નામ.ગુજરાત હાઈકોર્ટ અને નામ.સુપ્રિમકોર્ટના ચુકાદાઓ રજુ કરી દાવો રદ કરવાની માંગણી કરવામા આવેલી. આ કામમા પ્રતીવાદીના એડવોકેટ સાહીલ એમ.બ્લોચ દ્વારા દાવો રદ કરવાની જે રજુઆતો કરવામા આવેલી તે રજુઆતો નામ.સીવીલ કોર્ટે ગ્રાહ્ય રાખી વાદીનો દાવો સમય મર્યાદાના કાયદાથી બાધીત છે તેવુ ઠરાવીને તેમજ રજુ થયેલી વિવીધ ઓથોરેટી દયાને લઈને વાદીનો દાવો રદ કરવાનો હુકમ કરેલ છે. આ કામમા પ્રતીવાદીના એડવોકેટ તરીકે વાંકાનેરના એડવોકેટ સાહીલ એમ.બ્લોચ રોકાયેલ હતા….