વાંકાનેર : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત મૃતકના પરિવારને તાત્કાલિક સહાય ચુકવતી બેંક ઓફ બરોડા….

0

એક અઠવાડિયામાં બેંક દ્વારા મૃતકના પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સાથે જોડાયેલ બેંકના ગ્રાહકોનું મૃત્યુ થતાં તેના પરિવારજનોને બેંક દ્વારા માત્ર એક અઠવાડિયામાં જ વીમાની રકમની ચુકવણી કરવામાં આવી હતી, જ અંતર્ગત બેંક દ્વારા મૃતકના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો….

વાંકાનેર બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવતા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સાથે સંકળાયેલા ગ્રાહક ભાવનાબેન શામજીભાઈ સાતરોટીયાનું મોત થતાં તેમના પરિવારજનો દ્વારા વીમા માટે તા. ૧૫/૧૨ ના રોજ ક્લેમ કરવામાં આવ્યો હતો જેમાં બેંક દ્વારા વિમાની તમામ કાર્યવાહી ઝડપથી પુર્ણ કરી તા. ૨૩/૧૨ ના રોજ બેંક મેનેજર અજીતકુમાર પાંડે દ્વારા માત્ર એક અઠવાડિયામાં જ મૃતકના પરિવારજનોને વિમાની રકમ રૂ. ૨,૦૦,૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો…..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1