વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતાં ત્રણ શખ્સોનો ખેડૂત પર હુમલો….

0

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ ખેતરમાં આજ ગામનો એક શખ્સ ગાયો ચરાવતો હોય જે આરોપીને ખેતરમાં ન ચરાવવા બાબતે સમજાવવા ગયેલ ખેડૂત પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં ખેડૂતે ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા ભુપતભાઈ કેશાભાઈ ભાલીયા (ઉ.વ. ૪૫) નામના ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વિહાભાઈ રૂખડભાઈ ભરવાડ, મોમૈયાભાઈ ધનાભાઈ સુસરા અને ગોપાલભાઈ મોમૈયાભાઈ સુસરા (રહે. બધા ભલગામ) સામે ફરિયાદ નોંધાવેલ છે કે, આરોપી મોમૈયાભાઈ ધનાભાઈ સુસરા ફરિયાદીના ભાઈના ખેતરમાં તેની ગાય ચરાવવા માટે ગયા હતા,

જે બાબતે તેઓ આરોપી અને તેના દીકરા ગોપાલભાઈને સમજાવવા માટે જતાં બંને પિતા-પુત્રએ ખેડૂત સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝઘડો કર્યો હતો જે બાદ આ બાબતનો ખાર રાખી રાત્રે ફરિયાદી પોતાના ઘરે હોય ત્યારે આરોપી વિહાભાઈ રૂખડભાઈ ભરવાડ અને આરોપી પિતા-પુત્ર તેમના ઘરે આવી પથ્થરના છૂટા ઘા કરી ખેડૂત પર હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીને મોઢા અને આંખ પાસે ઈજા પહોંચી હતી.

જે બાદ આ બનાવમાં સારવાર લીધા પછી ફરિયાદી ખેડૂતે ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1