રૂ. 12 લાખની ખનીજચોરી મામલે થાનગઢના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો…

વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી સરકારી ખરાબાની જમીનમાં બેફામપણે ખનીજચોરી ચાલતી હોય જે બાબતે સરકારી જમીનમાં થી 3778 મેટ્રિક ટન ખનીજ ચોરી કરવા બદલ ખાણ ખનીજ વિભાગ દ્વારા થાનગઢ ગામના આરોપીને 12 લાખથી વધુનો દંડ ફટકારવા છતાં આરોપીએ દંડની રકમ ન ભરતા બાબતે આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ-ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રવીભાઇ કિશોરભાઇ કણસાગરાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વેલાભાઇ નારણભાઇ સાટીયા (રહે. મોરથળા તા.થાનગઢ) તથા તપાસમા ખુલ્લે તે તમામ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ-૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ,ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી. એક્ટ-૧૯૫૭ ની કલમ-૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ-૧ થી ૬ તથા જી.એમ.એમ.સી.આર.-૨૦૧૭ ના નિયમો મુજબ ફરિયાદ નોંધાવી છે…

આ બનાવમાં આરોપીઓ દ્વારા વાંકાનેર તાલુકાના જીવાપર નેસ, લુણસર સર્વે નં.૭૮૩/૧ પૈકીની સરકારી પડતર જગ્યામાં એસ્કેવેટર મશીન નં.HYNDN633KE0005550 ના વાહનથી ગેરકાયદેસર કોઈ પાસ પરમીટ કે લીઝ મંજૂરી વગર ખોદકામ કરી ખનીજ ચોરી 3778.89 મેટ્રીક ટન તથા પર્યાવરણીય નુકશાની વળતરની રકમ મળી કુલ રૂ. 12,28,804/- ની ખનીજ ચોરી કરી હોય જેથી નિયમ મુજબ દંડ ફટકારી સમય આપવા છતાં દંડની રકમ નહિ ભરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!