બીન ખેડૂત ખાતેદાર પાસેથી ખેડૂત ખાતેદારે ખરીદેલ જમીન સૌરાષ્ટ્ર ધરેખડની નવા સુધારા મુજબ માલીકી હક્ક ઠરાવી આપવા ચુકાદો આપતી નામદાર સીવીલ કોર્ટ…

0

મોરબી જીલ્લાના માળીયા(મી) તાલુકાના ગામ નાનાભેલાના સર્વે નં. ૧૭૮ની જમીન એ.૬–૦૨ ગુઠા તથા સર્વે નં.૧૭૯ ની જમીન એ, ૬–૨૨ ગુઠા મળી કુલ જમીન એ.૧૨–૨૪ ગુઠાની જમીન બીનખેડુત પાસે આવેલી. જેની સામે સરકારશ્રીએ જમીન મહેસુલ નીયમ ૧૦૮ તળે નાયબ કલેકટરશ્રી મોરબીએ પ્રોસીડીંગ ચલાવી ગામના નમુના નં. ૬માં નોંધ નં.૨૩૪ તથા નોંધ નં.૨૩૫ થી વાદગ્રસ્ત જમીનો કમલેશ શશીકાંત મહેતાના નામે નોંધાયેલ રેવન્યુ રેકર્ડની એન્ટ્રીઓ રદ કરવાનો હુકમ કરવામાં આવેલ તેમજ તે અંગેની નોંધ નં.૨૪૩ થી જમીન સરકારના નામે રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલી. સદરહુ જમીન સબંધમાં સૌરાષ્ટ્ર ધરેખડ નીચે સે.૫૪ તળે કારણદર્શક નોટીસ આપીને સે.૭૫ તળે કોઈ હુકમ કરવામાં આવેલ ન હતો,

પરંતુ માત્ર જમીન મહેસુલ નીયમ ૧૦૮ તળે પ્રોસીડીંગ ચલાવીને નોંધ રદ કરવાનો હુકમ કરેલ. તેવા સંજોગોમાં નોંધ નં.૨૩૪ તથા નોંધ નં.૨૩૫ના ખાતેદાર પાસેથી સદરહુ જમીન મોરબી તાલુકાના લાલપર ગામના કૈલશાબેન લાભુભાઈ ચાવડાએ સદરહુ જમીન રજી.દસ્તાવેજ નં.૨૨૩૫ તા.૧૪-૩-૦૨ થી ખરીદ કરેલ પરંતુ સદરહુ જમીન સરકારશ્રીના નામે નોંધાયેલ હોઈ સદરહુ જમીન રેવન્યુ રેકર્ડ મુજબ તેમના નામે નોંધ થઈ શકેલ ન હતી. જેથી સદરહુ જમીન સબંધમાં સદરહુ ખાતેદાર કૈલાશબેન લાભુભાઈ ચાવડાએ પોતાના એડવોકેટ એમ.એફ.બ્લોચ મારફત મોરબીના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબની કોર્ટમા રે.દી.મુ.નં.૧૯૨/૧૫ થી દાવો દાખલ કરીને રેવન્યુ ઓથોરેટી સમક્ષ દાવાવાળી જમીનની માલીકી હક્ક ઠરાવી આપવા માટે

તથા સદરહુ જમીન પરત્વે માત્ર રેવન્યુ રેકર્ડની નોંધ રદ કરવાથી સરકારશ્રીને કોઈ માલીકીહકક પ્રાપ્ત થતા નથી તેવું ઠરાવી આપવા અને રેવન્યુ રેકર્ડમાં સરકારશ્રી દ્વારા આ જમીન ખાતેદારના નામે નોંધ કરી આપે વગેરે હકીકત જણાવી દાવો દાખલ કરી દાદ માંગવામા આવેલી. સદરહુ દાવો નામ. સીવીલ કોર્ટમાં ચાલી જતા વાદી ખાતેદાર તરફથી તેમના એડવોકેટ એમ.એફ.બ્લોચ વાંકાનેર દ્વારા એવી રજુઆત કરવામાં આવેલી કે નાયબ કલેકટરે રેવન્યુ રેકર્ડની નોંધ જમીન મહેસુલ નીયમ ૧૦૮(૫) તળે પ્રોસીડીગ ચલાવી રદ કરવાનો હુકમ કરેલ હોઈ અને સારાષ્ટ્ર ધરખેડની સે.૫૪ તળે પ્રોસીડીંગ ચલાવીને જમીન સરકાર ખાલસા કરવાનો હુકમ કરવામા આવેલ ન હોય ત્યારે માત્ર રેવન્યુ રેકર્ડની નોંધ રદ થવાથી મુળ ખાતેદારના માલીકીહકક અને કબજો ભોગવટો સમાપ્ત થતો નથી. તેવા સંજોગોમા તે ખાતેદારને પોતાની જમીન વેચાણ દસ્તાવેજથી તબદીલ કરવાનો અધીકાર છે.

અને વાદીએ સદરહુ જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ હોય ત્યારે આ જમીન પરત્વે વાદીને માલીકીહકક અને લીગલ કબજો ભોગવટો પ્રાપ્ત થાય છે. તેમજ માત્ર રેવન્યુ રેકર્ડની નોધ થી કોઈપણ વ્યકિતને જમીન પરત્વે માલીકીહકક પ્રાપ્ત થતો નથી. તેજ રીતે આવી કોઈ નોંધ રદ કરવાથી કોઈ વ્યક્તિનો માલીકીહકક સમાપ્ત થતો નથી. તેજ રીતે રેવન્યુ ઓથોરેટી નીયમ ૧૦૮ તળે કોઈ પ્રોસીડીંગ ચલાવતી હોય ત્યારે સારાષ્ટ્ર ધરેખડની જોગવાઈ તળે કોઈપણ પ્રકારના હુકમ કરી શકે નહી. તેવા સંજોગોમા કોમ્પીટન્ટ ઓથોરેટી દ્વારા મુળ ખાતેદારના વેચાણ દસ્તાવેજ વોઈડ ઠરાવામા ન આવે ત્યા સુધી જમીન પરત્વેનો તેનો માલીકીહકક કાયમ રહે છે.

આ સબંધમા વીવીધ નામ.ગુજરાત હાઈકોર્ટ તથા નામ.સુપ્રિમ કોર્ટના ચુકાદા રજુ કરવામા આવેલ તેમજ સૈારાષ્ટ્ર ધરખેડ ની સે.૭૫ તળે હુકમ કરીને કાયદાની કલમ ૩૫ તથા ૩૬ મુજબ કોઈ પ્રોસીડીંગ કરવામા ન આવેલ હોય કે કોઈ હુકમ કરવામાં આવેલ ન હોય ત્યારે મુળ માલીકનો અધીકાર સમાપ્ત થતો નથી. તેમજ સૌરાષ્ટ્ર ધરખેડ એમડમેન્ટ ૨૦૧૫ મુજબ બીનખેડૂત પાસેથી કોઈ ખેડૂતે ખેતીની જમીન ખરીદ કરેલ હોઈ તો તે જમીન રેગ્યુલાઈઝ કરી આપવા રેવન્યુ ઓથોરેટી બંધાયેલ છે. નામ.સીવીલ કોર્ટે વાદી પક્ષે એડવોકેટ એમ.એફ.બ્લોચ તરફથી રજુ કરવામા આવેલી આ તમામ દલીલ સ્વીકારીને વાદીનો દાવો મંજુર કરેલ છે. અને દાવાવાળી જમીન સૌરાષ્ટ્ર ધરેખડ એમડમેન્ટ ૨૦૧૫ મુજબ જંત્રી મુજબની રકમ વસુલ લઈને દાવાવાળી જમીન વાદીના નામે રેગ્યુલાઇજ કરી આપવા અને રેવન્યુ રેકર્ડમાં વાદીનુ નામ નોંધી આપવા હુકમ કરેલ છે. સદરહુ દાવાના કામે વાદી તરફે વાંકાનેરના એડવોકેટ એમ.એફ.બ્લોચ તથા સાહીલ એમ.બ્લોચ રોકાયેલ હતા….