વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન નાગલપર ગામ નજીક વાહન ચેકીંગ દરમ્યાન એક બાઈક ચાલક પોલીસને જોઈ પોતાનું વાહન પાછું વાળીને ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે બાઈક ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી બે બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે બાઇક ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાગલપર ગામ નજીક વાહન ચેકીંગ દરમ્યાન નાગલપર ગામ તરફથી આવતા એક બજાજ પ્લેટીના બાઇક નં. GJ 03 FG 7950 ના ચાલકે પોલીસને જોઆ પોતાનું વાહન પાછું વાળીને ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે બાઈકને રોકી તલાશી લેતા બાઇક ચાલક મહેશ ઉર્ફે રામો વજાભાઇ સેટાણીયા નામના યુવાન પાસેથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ (કિંમત રૂ.750) મળી આવતા પોલીસે બાઈક-દારૂ સહિત કુલ રૂ. 30,750ના મુદ્દામાલ સાથે બાઈક ચાલકની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC