વાંકાનેર કામદાર સહકારી મંડળીના પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો વરણી કરવામાં આવી….
વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓની વાંકાનેર કામદાર સહકારી મંડળીની પ્રમુખ તેમજ પ્રમુખની વરણ માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે મંડળીના પ્રમુખ તરીકે રમેશભાઈ કાથડ અને ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ સોલંકીની નિમણૂક કરાઇ હતી. જેથી મંડળીના તમામ સભ્યોએ નવનિયુક્ત હોદેદારોને શુભકામનાઓ પાઠવી હતી…
આ તકે વિદાય લેતા મંડળીના પુર્વ પ્રમુખશ્રી દિપકસિંહ ઝાલા હાજર રહી અને નવા ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખ તેમજ કમિટી મેમ્બરોને શુભેચ્છા પાઠવી હતી અને આવનારા સમયમાં મંડળીને ખૂબ જ સારી રીતે સંભાળીને કર્મચારીઓને જરૂરતના સમયે લોન સહાય મળી રહે તેઓ અભિગમ અપનાવવા સૂચન આપ્યું હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC