આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના કારણે ધો.11માં પ્રવેશ માટે વધુ વિદ્યાર્થીઓની સંખ્યા થતી હોય જેથી ટંકારા તાલુકામાં આવેલ ગ્રાન્ટેડ શાળાઓમાં નવા વર્ગોની મંજુરી આપવા બાબતે મોરબી જિલ્લા પંચાયત સભ્ય ભુપેન્દ્રભાઈ ગોધાણીએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી છે….

આ રજુઆતમાં તેમણે જણાવાયું હતું કે, વર્ષ 2020-21માં કોવિડ-19ને કારણે સરકારે ધો.10ના વિદ્યાથીઓને માસ પ્રમોશન આપેલ છે. જેથી ટંકારા તાલુકામાં કુલ 13 ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.10ના વર્ગો ચાલે છે, પરંતુ માત્ર 3 ગ્રાન્ટેડ શાળાઓમાં જ ઉચ્ચ માધ્યમિકના વર્ગો ચાલતા હોવાથી બધા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા નથી,

જેથી આ વિસ્તારના ગરીબ વાલીઓના બાળકો ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશથી વંચિત રહી જવાથી પોતાનો અભ્યાસ છોડવા મજબૂર ન બને તેથી હાલ જે શાળામાં ધો. 11-12 ના વર્ગો ચાલે છે ત્યાં નવા વર્ગોની મંજૂરી આપવામાં આવે તેવી મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય ભુપતભાઈ ગોધાણીએ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી છે…

સમગ્ર મોરબી જિલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!