વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ જીનિંગ મિલમાં પોતાનું વાહન રાખવાની ના પાડતા મીલના ચોકીદારને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં મિલના ચોકીદારે ત્રણ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

આ બનાવમાં ફરિયાદી જીવાભાઇ વશરામભાઇ મેરએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સોપન કોર્ટેક્ષ જીનીંગ મીલમાં ચોકીદાર તરીકે કામ કરતા હોય જેમાં આરોપી પુષ્પરાજસિંહ વાળા, ગીરીરાજસિંહ વાળા અને અન્ય એક શખ્સ પોતાના ઓઈલનો ટાંકો રાખવા માટે આવ્યા હોય જે વાહન ફરિયાદીએ જીનમાં રાખવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ,

ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ‘ જીનમાં વાહન રાખવાની ના કેમ પાડી ‘ તેમ કહી લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવમાં ફરિયાદીએ ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!