જિલ્લાના વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળિયા તાલુકામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા…

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ પાંખના હોદેદારોની નિમણૂક બાદ સમાજની પ્રથમ મિટિંગ મળી હતી જેમાં નવનિયુક્ત હોદેદારોનો પરિચય તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના નાગરિકો હાજર રહ્યા હતાં…

મોરબી પરશુરામ ધામ ખાતે ગત તા. 05 ના રોજ સાંજે મોરબી જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના તમામ નવનિયુક્ત હોદ્દેદારોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઇ ઓઝા, મહિલા પાંખના મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિરણબેન ઠાકર, મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, એડવોકેટ ભટ્ટ સાહેબ, એન એન ભટ્ટ, નરેન્દ્રભાઈ જોષી( નરુમામાં) દ્વારા વિવિધ હોદ્દેદારોની વરણીને આવકારવામાં આવી હતી અને ભગવાન પરશુરામનો ખેશ પહેરાવી દરેકનું સન્માન કરવામાં આવ્યું હતુ…

આ તકે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી બ્રહ્મ સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત બ્રહ્મદેવો દ્વારા પોતાના મંતવ્યો તથા સૂચનો રજૂ કરવામાં આવેલ તેમજ આગામી દિવસોમાં આવનાર સરકારી નોકરીઓ માટની સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપવા બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ બ્રહ્મસમાજના સર્વાંગી વિકાસ તેમજ સંગઠન , એકતા તથા અરસપરસ સહકાર આપવાની બાબતે અગ્રણીઓ દ્વારા વિશેષ મહત્વ આપેલ. મહાસભામાં ઉપસ્થિત તમામ બ્રહ્મદેવો દ્વારા ભગવાન પરશુરામદાદાની સમૂહ આરતી ઉતારી બ્રહ્મભોજન કરવામાં આવ્યું હતુ…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!