વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા એક યુવાનના ભાઈને તે જ વિસ્તારમાં રહેતા એક શખ્સ સાથે જુનું મનદુઃખ ચાલતું હોય જેથી આ બાબતનો ખાર રાખી આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહી ફરિયાદી તેમજ સાહેદને બેફામ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી આ બાબતે યુવાને આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા શેરી નંબર-૨ ખાતે રહેતા ફિરોજભાઈ અયુબભાઈ પીપરવાડિયા (ઉ.વ. ૩૦) એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી જાકીર ઉર્ફે રાઘે નૂરમામદ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈને આરોપી સાથે જૂનું મનદુઃખ ચાલતું હતું,
જેથી આ બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહીને ફરિયાદી અને સાહેદને બેફામ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને આ બાબતે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT