વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીક આવેલ ભેટ ચોકડી પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે દરોડા દરમિયાન બે જુગારીઓ નાસી જતા પોલીસે કુલ નવ શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના લૂણસર નજીક પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે ભેટ ચોકડી ખાતે આવેલ ચામુંડા પાન પાસે દરોડો પાડી જાહેરમા જુગાર રમતા ૧). હકાભાઇ બાબુભાઇ અઘેરા, ૨). અરવીંદભાઇ ધીરાભાઇ ડુમાણીયા, ૩). રઘાભાઇ ઉર્ફે રઘો અમરશીભાઇ કારેલીયા, ૪). જયંતીભાઇ કરમશીભાઇ કાંજીયા, ૫). દીપભાઇ નકુભાઇ ખાચર, ૬). શંભુભાઇ ઘોઘજીભાઇ જંજવાડીયા અને ૭). ધારાભાઇ શામજીભાઇ મગવાનીયાને રોકડ રકમ રૂ. 12,500 તેમજ ડિસ્કવર બાઈક કિંમત રૂપિયા 30,000 સહિત કુલ રૂ. 42,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા…
જ્યારે પોલીસના આ દરોડા દરમિયાન આરોપી ભરત ધરમશીભાઇ કોળી અને મેહુલ દેવાભાઇ કોળી (રહે-વરડુસર તા.વાંકાનેર) નાસી જતા પોલીસે તમામ નવ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC