વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં આવેલ વાડી ખાતે મહિલાની સફળ પ્રસુતિ કરાવતી 108ની ટીમ…

0

મહિલાને પ્રસુતિ પિડા ઉપડતા સ્થળ પરથી જ ડોક્ટરના માર્ગદર્શન મુજબ ડિલિવરી કરાવતી 108 ટીમ….

વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં એક મહિલાને પ્રસુતિ પિડા ઉપડતા તાત્કાલિક વાંકાનેર 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી જેમાં મહિલાને પ્રસુતિ પિડા વધી જતાં વાડી વિસ્તારમાં જ ડોક્ટરના માર્ગદર્શન મુજબ 108ની ટીમે મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી…

બાબત પ્રાપ્ત માહિતી મુજબ ગત મધ્યરાત્રીએ 2 વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં રહેતા કાળીબેન નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા વાડી માલિકે વાંકાનેર 108 ટીમને ફોન કરીને જાણ કરતા 108 ની ટીમના EMT દિનેશભાઈ ગઢાદ્રા અને પાયલોટ રાજદીપસિંહ તાત્કાલિક કોઠી ગામે પહોંચ્યા હતા,

જ્યાં મહિલાને પ્રસુતિની પીડા વધારે હોવાની જાણ થતાં જ તાત્કાલિક ERCP અમદાવાદના ડોક્ટરની સૂચના અને માર્ગદર્શન મુજબ વાડીમાં 108ની ટીમ દ્વારા મહિલાને સફળ પ્રસુતિ કરાવી હતી. જેમાં મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો જે બાદ બંને બાળકો અને માતાને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં બાળકો અને માતાની તબિયત સારી છે. આ સફળ પ્રસુતિ બદલ સરકારી હોસ્પિટલના સ્ટાફે 108ની ટીમની કામગીરીની પ્રસંશા કરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC