વાંકાનેર તાલુકાના લુણસર રોડ પર ભેરડા ગામ નજીકથી પસાર થતાં એક ડબલ સવારી બાઇકના ચાલકે બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકની પાછળ બેઠેલ આધેડને માથાના ભાગે ગંભીર હેમરેજ જેવી ઇજા થતાં તેમનું હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખાનપર ગામે રહેતા પ્રવિણભાઇ કેશવજીભાઇ સરવૈયા(ઉ.વ. 27)એ આરોપી ધુસાભાઈ જેસીંગભાઇ ભડાણિયા (રહે, સુંદરીભવા)સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ઘુસાભાઇ ભડાણિયા પોતાના બાઇક નંબર GJ 3 FL 8167 ફરિયાદીના પિતા કેશવજીભાઈ સરવૈયાને લઈને જઇ રહ્યા હોય,
જે દરમિયાન વાંકાનેર તાલુકાના લુણસર રોડ ઉપર ભેરડા ગામ નજીક આરોપીએ પોતાના બાઇક પરથી કાબુ ગુમાવતા બાઈક રોડ નીચે સાઈડમાં નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીના પિતા કેશવજીભાઇને માથાના ભાગે હેમરેજ જેવી ઈજાઓ થઈ હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું….
ઉપરોક્ત બનાવ અનુસંધાને મૃતક આધેડના દિકરાની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પ્રવિણભાઇએ ધુસાભાઈની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH