ત્રણ બાળકોની માતા અને અપરણીત યુવાન વચ્ચેના પ્રેમ સંબંધમાં બંનેનો આપઘાતનો પ્રયાસ, મહિલાનું મોત, યુવક સારવાર હેઠળ…

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સીમ વિસ્તારમાં આજે સવારે એક પરિણીત મહિલા અને અપરિણીત યુવાને સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે યુવાનને સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સીમ વિસ્તારમાં આજે સવારના સમયે એક પરિણીત મહિલા અને અપરણિત યુવાને સજોડે ઝેરી દવા પી લીધી હતી જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે યુવાનને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…

બાબતે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે મૃતક મહિલા ભાવુબેન રાકેશભાઈ કોળી(ઉ.વ. 27, રહે. કાનપુર, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)ને તે જ ગામના અપરણીત મહેશ હીરાભાઈ કોળી નામના યુવાન સાથે પ્રેમસબંધ હોય અને બંનેને સમાજ એક થવા નહીં દે તેવા ડરથી બન્નેએ સજોડે જાલીડા ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી, જેમાં ભાવુબેનનું મોત થયું હતું…

મૃતક મહિલા પરિણીત હોય જેના લગ્નનો સમય આઠ વરસ અને તેને સંતાનમાં ત્રણ બાળકો હોવાનું તેમજ આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન અપરણીત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!