વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં આવેલ દશામાંના મંદીર પાસે દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગાર રમતા કુલ છ શખ્સોને રોકડ રકમ રૂ. 27,750 તથા મોબાઈલ નંગ-5 સહિત કુલ રૂ. 42,750 /-ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે આવેલ દશામાં મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા,

અનિલભાઇ મનસુખભાઈ કવૈયા, મુકેશભાઇ ઉર્ફે ગોગન સુરેશભાઈ કુવાર, મયુરભાઇ હેમતભાઇ સોલંકી અને લાભશંકરભાઈ રામજીભાઇ દાદલને ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!