વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ એક કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતો યુવાન કારખાનાના કવાર્ટરમાં હોય ત્યારે તેને સાપ કરડી ગયો હતો જેથી યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ આદિત્ય સ્ટીલ રોલીંગ મીલ કંપની નામના કારખાનાની અંદર રહેતા અને કામ કરતો કરણભાઇ સુખદેવભાઇ ઇવને(ઉ.વ.૧૮) કંપનીના કવાર્ટરમાં હતો તે દરમિયાન તેને ગત તા. ૪/૧/૨૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં સાપ કરડી ગયો હતો જેથી તેને રાજકોટના આશીર્વાદ ક્લિનિકમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે બનાવની મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq