આજે નોંધાયેલ 318 પોઝિટિવ કેસમાં 26 કેસ વાંકાનેરમાં, 252 કેસ મોરબીમાં, 8 કેસ હળવદમાં, 6 કેસ માળીયામાં અને 26 કેસ ટંકારા પંથકમાં નોંધાયા….

મોરબી જીલ્લામાં આજે કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે, જેમાં એક સાથે કોરોનાએ ત્રેવડી સદી ફટકારતાં એક જ દિવસમાં 318 પોઝીટીવ કેસ નોંધાયા છે, જેને પગલે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક 884 થઈ ગયો છે…

આજે નોંધાયેલ પોઝિટિવ કેસમાં મોરબી તાલુકાના 252 કેસો જેમાં 119 ગ્રામ્ય પંથક અને 133 શહેરી વિસ્તારમાં, વાંકાનેરના 26 કેસોમાં 12 ગ્રામ્ય અને 14 શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના 8 કેસ, ટંકારા ગ્રામ્ય પંથકમાં 26 કેસો અને માળિયાના ગ્રામ્ય પંથકમાં 6 કેસ મળી આજે કુલ 318 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે….

મોરબી જીલ્લાના તમામ નાગરિકોને ચક્રવાત ન્યુઝ દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે આપણા જીલ્લામાં દિન પ્રતિદિન સતત કેસની સંખ્યા વધી રહી છે ત્યારે પોતે કોરોનાથી આવશ્ય સાવચેતી રાખી પોતાનું અને પરિવારનું વિશેષ ધ્યાન રાખે કારણે કે સતત વધતા કેસોથી પરિસ્થિતિ વિકટ થવાની શક્યતા દેખાઈ રહી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!